Site icon Revoi.in

દિવાળીના પર્વને લઈને અંબાજી મંદિરની આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Social Share

અંબાજીઃ હવે દિવાળીનો પ્રવ આવી ચૂક્યો છે આજે દેવઉઠી અગિયાસ અને આવતીકાલે વાગબારસનો પર્વ છે ત્યારે ગુજરાતનું શક્તિપીઠ અઁબાજીની આરતીના સમયમાં દિવાળઈના પર્વને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દેવસ્થાન અંબાજી મંદીરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, બેસતાવર્ષથી લાભ પાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શને આવતા શ્રધ્ધાળુઓએ તેની નોંધ લેવા જણાવ્યું છે.

આગામી 14મી નવેમ્બર બેસતાવર્ષના દિવસે સવારે આરતીનો સમય છ વાગ્યાથી 6.30 નો રહેશે અને માતાજીને અન્નકૂટ ધરાવામાં આવશે. શ્રધ્ધાળુઓ માટે માતાના દર્શનનો સમય સવારના 6.30 થી 10.45 નો રહેશે. એવી જ રીતે સાંજની આરતીનો સમય  સાડા છ વાગ્યાનો રહેશે.
આજ   રીતે બીજા દિવસે આરતીનો સમય સાડા છ વાગ્યાથી સાત વાગ્યાનો રહેશે અને શ્રધ્ધાળુઓ સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી માતાના દર્શન કરી શકશે.
જ્યારે લાભ પાંચમે આરતીની સાંજની આરતીનો સમય  સાડા છ વાગ્યાનો રહેશે.