Site icon Revoi.in

અંબાજી મંદિરમાં આજે નવરાત્રીથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

Social Share

અંબાજીઃ નવરાત્રીમાં માતાજીના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રથમ નવરાત્રીએ ભાવિકો મા અંબાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મા જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતું મા જગદંબાના મંદિરમાં માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી માઇભકતો દરરોજ હજારોની સંખ્યામાં આવે છે. ત્યારે વર્ષ દરમ્યાન અનેકોવાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અને અંબાજી માતા મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ત્યારે આજે આસો સુદ -1 (એકમ) ગુરૂવાર તા. 03/10/24ના રોજથી માતાજીની આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં આજે ઘટ સ્થાપન સવારે 11:00થી 12:00 કલાક દરમિયાન કરવામાં આવ્યુ હતુ.

અંબાજી મંદિરમાં આજથી આરતી સવારે – 07:30 થી 08:00,  દર્શન સવારે – 08:00 થી 11:30, રાજભોગ બપોરે – 12:00 કલાકે, દર્શન બપોરે – 12:30 થી 04 :15, આરતી સાંજે – 06:30 થી 07:00, અને દર્શન સાંજે – 07:00 થી 09:00નો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે આસો સુદ-8 (આઠમ) તા. 11/10/24 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે થશે ઉત્થાપન-આસો સુદ-8(આઠમ)શુક્રવાર તારીખ 11/10/24 ના સવારે 10:00 કલાકે કરાશે, તથા આસો સુદ 10 – વિજયા દશમી (સમીપુજન)તા. 12/10/24 ના સાંજે 05:00 કલાક કરાશે. દુધપૌઆનો ભોગ- તારીખ 16/10/24 ના બુધવાર ના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી કરવામા આવશે. આસો સુદ-15 (પુનમ) તારીખ 17/10/24 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકનો રહેશે