હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. ચોમાસાની વિદાય વાયવ્ય ખૂણામાં છે. ઓક્ટોબર આવતા આવતા દેશના ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે ગરમીના કારણે ક્યાંક ક્યાંક વરસાદ થશે. તારીખ 31મી તારીખ સુધી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે. સ્પટેમ્બરમાં પણ હળવા ચક્રવાત થવાની સંભાવના છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અને 8થી 11 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા છે. આ સમયમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બર બાદ પણ વરસાદ થવાની શક્યતા છે.
જ્યમાં હાલ ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગે પુર્વાનુમાન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બરમાં હળવા ચક્રવાત સાથે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વરસાદને કારણે સરોવરના જળ, પાણી શુદ્ધ થશે. પ્રકૃતિ સુંદર થશે. 13 તારીખ પછી પણ વરસાદ થવાની શક્યતા છે. 28 તારીખ સુધીમાં કોઇક કોઇક ભાગમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં સ્થિતિ મારફાડ રહેશે.