વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કંપનીઓએ ગુજરાત માટે મોટા રોકાણની ઘોષણા કરી છે. અદાણી, મારુતિ સુઝુકી, ટાટા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જણાવ્યો છે.
રિલાયન્સનું ગુજરાતમાં રોકાણ-
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ મોદી હૈ તો મુમકિન હૈ- શબ્દો સાથે પોતાની સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમિ રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી એક તૃતિયાંશ રોકાણ માત્ર ગુજરાતમાં કર્યું છે. મુકેશ અંબાણી કહ્યુ છે કે ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં આગામી 10 વ્ષ સુધી રિલાયન્સ પોતાનું રોકાણ ચાલુ રાખશે. 2030 સુધી ગુજરાતની ગ્રીન એનર્જી ખપતનો લગભગ અડધો હિસ્સો રિલાયન્સ પ્રોડ્યુસ કરશે. રિલાયન્સે જામનગરમાં પાંચ હજાર એકર ક્ષેત્રમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન નોકરીઓ પેદા થશે.
અદાણી 2 લાખ કરોડનું રોકાણ કરશે-
અદાણી ગ્રુપે ગુજરાત માટે મોટા રોકાણની ઘોષણા કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના સંબોધનમાં કહ્યુ છે કે મને વિશ્વાસ છે કે 2047 સુધી ભારત પૂર્ણ વિકસિત થઈ જશે. તેમણે કહ્યુ છે કે અદાણી જૂથ 2025 સુધી 55 હજાર કરોડ રૂપિયાના રોકાાણના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. જેમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું રોકણ થઈ ચુક્યું છે. તેમણે કહ્યુ છે કે અદાણી જૂથ કચ્છના ખાવડામાં 30 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ લાવશે. આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવશે, તેમાંથી 1 લાખ લોકોને રોજગાર મળશે. તેમણે કહ્યુ છે કે અમે કચ્છમાં 25 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા 30 ગીગાવોટ ક્ષમતાવાળા હરિત ઊર્જા પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ, જે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે.
ટાટા સમૂહનું રોકાણ-
ટાટાસન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યુ છે કે ગુજરાત અને ટાટાનો સંબંધ વર્ષો જૂનો છે. 1939માં જ ટાટા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. ટાટાની 21 કંપનીઓ ગુજરાતમાં છે, 50 હજારથી વધુ ટાટા કર્મચારીઓ ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ગુજરાત ટાટાના ઈવી પ્રોજેક્ટ માટે ઘર જેવું છે. તેમણે કહ્યુ છે કે ટાટા સી-295 ડિફેન્સ એરક્રાફ્ટને વડોદરાથી ધોલેરા સુધી વિકસિત કરશે. તેમણે કહ્યુ છે કે 20 ગીગાવોટ બેટરી સ્ટોરેજની ફેક્ટ્રી ગુજરાતમાં આગામી બે મહિનામાં શરૂ થઈ જશે. તેમણે કહ્યુ છે કે સાણંદ અમારા તમામ ઈલેક્ટ્રિક વાહનોની તકનીકનું ઘર બનતું જઈ રહ્યું છે. અમે ત્યાં વધુ ક્ષમતા સાથે ઉપસ્થિતિનો વિસ્તાર કરીશું.
સુઝુકી મોટર્સ દ્વારા 35000 કરોડનું રોકાણ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધિત કરતા મારુતિ સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકીએ કહ્યુ છે કે કંપની પહેલું બેટરી ઈલેક્ટ્રિક વાહન આ વર્ષના આખર સુધીમાં લોન્ચ કરશે. તેમણે કહ્યુ છે કે આનું લોન્ચિંગ ગુજરાતથી થશે. તોશીહિરોનું કહેવું છે કે સુઝુકી ોટર ગુજરાતમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે કહ્યુ છે કે કંપની ગુજરાતમાં નવી પ્રોડક્શન લાઈન માટે 3200 કરોડનું રોકાણ કરશે, તો બીજા પ્લાન્ટ માટે 35000 કરોડનું રોકાણ કરશે. કુલ મળીને સુઝુકીએ ગુજરાતમાં 38200 કરોડ રૂપિયાના મોટા રોકાણનો પ્લાન રજૂ કર્યો.
ડીપી વર્લ્ડનું રોકાણ-
અમીરાતીની લોઝિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલ્તાન અહમદ બિન સુલેયમે કહ્યુ છે કે તેઓ આગામી ત્રણ વર્ષોમાં ગુજરાતમાં ત્રણ બિલિયન ડોલરનું વધુ રોકાણ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે તેમની કંપની કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતાવાળા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ કરશે. તેના સિવાય આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે કહ્યુ છે કે તેમની કંપની 2029 સુધીમાં ભારતના હજીરામાં દુનિયાની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી લગાવશે. માઈક્રોનના સીઈઓ સંજય મલ્હોત્રાએ પોતાના સેમીકન્ડક્ટર પ્લાનની જાણકારી આપી.