Site icon Revoi.in

આંબરડી સફારી પાર્ક: સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો

Social Share

અમદાવાદઃ દિવાળીમાં લોકો રજાઓ માણવા માટે વિવિધ પર્યટક સ્થળોએ જતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સિંહ દર્શનમાં સૌથી વધુ સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધારી નજીર આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષકનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીંયા લોકોના ટોળેટોળા નજરે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય રાજ્યમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. 

વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી છે. લોકો વિવિધ સુવિધાઓનો લ્હાવો માણી રહ્યા છે. ત્યારે આંબરડી પાર્કમાં દિવાળી વેકેશમાં લોકો પરિવાર સાથે આવતા હોય છે. અને અહીં સેલ્ફી પોઈન્ટ અને અતિ આકર્ષક કેન્દ્ર વિશ્વમાં માત્ર અહીં આંબરડી સફારી પાર્કમાં એક યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌવથી મોટું મુકવામાં આવ્યું છે. આંબરડી સફારી પાર્કમાં લોકો દૂર દૂરથી સ્ટેચ્યૂને જોવા માટે આવી રહ્યા છે. બાળકો પોતાના પરિવાજનો સાથે ખુબ જ આનંદ માણી રહ્યા છે. 

ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્માચારીઓને સૂચનાઓ આપાવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવાતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વર્ષ 2023-24 માં 62,451 પ્રવાસીઓએ સફારી પાર્કની મજા માણી હતી. સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા 2 એ. સી. અને 3 નોન એ. સી. સહિત પાંચ બસ રાખવામાં આવી છે. વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવી છે.