- 64 દેશોના રાજદૂત ભારત બાયોટેકની મુલાકાતે
- કોરોનાની કો-વેક્સિન વિશે માહિતી મેળવશે
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે ભારત દ્વારા કોરોના વેક્સિન વિકસાવીને વિશ્વમાં ફરી એક વખત કોરોના વેક્સિન બાબતમાં મોખરે રહ્યું છે.આ માટે 64 દેશોના રાજદૂતો હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની મુલાકાતે આવ્યા છે,આમ જોવા જઈએ તો બ્રિટનમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે છત્તાં પણ વિશ્વની જનર આપણા દેશ પર છે.
ભારતીય વિદેશ મંત્રાલય આજે 64 દેશોના વિદેશી મિશનના પ્રમુખો સાથે ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઇ પહોંચ્યા છે. આ બંને કંપનીઓ કોરોનાની વેક્સિન ‘કોવેક્સિસીન’ પર કામ કરી રહી છે. રાજદ્વારીઓને વેક્સિન ઉપર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા અત્યાર સુધીની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.
ભારત બાયોટેક એ ત્રણ કંપનીઓમાં સમાવેશ પામે છે કે જેમણે ભારત સરકાર પાસેથી ઇમરજન્સી ઉપયોગ માટે કોરોના વેક્સિનની મંજૂરી માંગી છે. ભારત બાયોટેક ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ફાઈઝર ઇન્ડિયાએ પણ સરકારને અરજી કરી હતી. ભારત બાયોટેક વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યો છે, જેમાં 25 હજાર સ્વયંસેવકો સામેલ છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત વેક્સિનનો ઉપયોગ કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની મંજૂરી માંગી છે. કંપનીએ લોકોના ફાયદા માટે પૂરતી તબીબી સંભાળનો અભાવ દર્શાવીને મંજૂરી આપવાની વિનંતી કરી છે.
ઉલ્લેખએનીય છે કે, વિશ્વના દેશો ઓછા ભાવે અસરકારક કોરોના વલેક્સિન શોધી રહ્યા છે. આ માટેની શોધ તેઓને ભારત લાવી છે. આ પહેલા એક મહિના અગાઉ વિદેશ મંત્રાલયે 190 થી વધુ રાજદૂતોને મિશન અને મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનોને કોરોના સંબંધિત મુદ્દાઓની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયની કોવિડ -19 બ્રીફિંગ પહેલના ભાગરૂપે, ભારતમાં વિદેશી મિશનના પ્રમુખો ભારત બાયોટેકની મુલાકાતે આવ્યા છે.
સાહિન-