Site icon Revoi.in

વર્લ્ડકપમાં સિલેક્ટ ન થતા અંબાતી રાયડૂએ ક્રિક્રેટમાંથી સન્યાસ લઈ નારાજગી વ્યક્ત કરી

Social Share

ભારતીય મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ એ આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી વિદાય લીધી છે. જી હા આ વાત સાચી છે.આ વાત દ્વારા રાયડૂએ પોતાની નારાજગી દાખવી છે એમ કહી શકાય.ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની વાતની સાબિતી ખુદ રાયડુએ જ આપી છે તેણે  BCCIને પત્ર લખીને ક્રિક્રેટના તમામ ફોરમેટમાંથી સંન્યાસ લેવાની વાત જાહેર કરી છે.રાયડૂની વર્લ્ડકપમાં 15 સભ્યમાં પણ પસંદગી કરવામા આવી નથી  જે વાતથી નારાજ થઈને રાયડૂએ BCCIને ચીઠ્ઠી લખી હતી.જેમાં  પોતાની વર્લ્ડકપમાં પસંદગી ન થતા આ પગલું ભર્યુ છે તેમ દેખી આવે છે.આ વર્લ્ડકપમાં રાયડૂને રિઝર્વમાં નાખી ને ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપી છે ,શંકરની પસંદગી કરવા માટે પસંદકારે તેને 3D  પ્લેયર એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડર ગણાવ્યા હતા ત્યારે તે  વિષય પર રાયડૂએ કટાક્ષ કરતા ટ્વિટ કરીને કહ્યું કે મેં વર્લ્ડકપ જોવા માટે 3D ચશ્માં પહેરી લીધા છે આમ કહી શકાય કે રાયડૂએ પોતાનો ઉભરો BCCI પર ઠાલવ્યો છે.