- રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી
- આંબેડકર મહાસભા ટ્રસ્ટ દ્વારા અનુદાન
- ચાંદીની ઈંટ આપી દાનમાં
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી ભક્તો તેમની શ્રદ્ધા પ્રમાણે દાન આપી રહ્યા છે. આંબેડકર મહાસભા ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણમાં શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાને ચાંદીની ઇંટ પણ દાન કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમના પ્રમુખ ડો.લાલજી પ્રસાદ નિર્મલે કારસેવક પુરમમાં શ્રી રામ મંદિર નિર્માણ માટે રવિવારે ચાંદીની શિલા ભેટ કરી છે.
ડો.નિર્મલનું કહેવું છે કે, સમાજના અન્ય વર્ગની જેમ દલિત અને સીમાંત વર્ગ પણ મંદિરના નિર્માણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, દલિત સમાજ ન્યાયતંત્ર,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.
દેશની જનતા ઘણા સમયથી અયોધ્યાના રામ મંદિરની રાહ જોઇ રહી છે. હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે, ત્યારે દેશના તમામ વર્ગના લોકો રામ મંદિર નિર્માણમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાનું કહેવું છે કે, અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમના પ્રમુખ ડો.લાલજી પ્રસાદ નિર્મલ વતી ભગવાન રામલલાને ચાંદીની ઈંટ અર્પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરીથી ચાલી રહ્યું છે અને સમાજના લોકોએ આગળ વધીને તેમાં સહયોગ આપ્યો છે.
હાલમાં રામ મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. મંદિર પરિસરમાં પાયા ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 9 મીટરનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. અને ફાઉન્ડેશનનું ખોદકામ 70 દિવસમાં પૂર્ણ થઈ જશે.
-દેવાંશી