Site icon Revoi.in

અંબુજા અને ACC સિમેન્ટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી વિકસાવી

Social Share

આધુનિક જગતમાં કાર્બન ઉત્સર્જન એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, તેવામાં બાંધકામ અને સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી અદાણી સિમેન્ટે ગ્રીન કન્સ્ટ્રક્શન માટે કમર કસી છે. કંપનીએ 2050માં નેટ ઝીરોલક્ષ્યાંક હાંસલ કરવા 2030 સુધીમાં મધ્યવર્તી SBTs નો અભિગમ હાથ ધર્યો છે. નવીનતમ સંશોધન અને વિકાસ દ્વારા અંબુજા અને ACC સિમેન્ટ કંપનીઓએ ગ્રીન અને ટકાઉ ઉત્પાદનોની વિશાળ શ્રેણી વિકસાવી છે. જે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (UN SDGs) હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપશે.

અંબુજા અને ACC સિમેન્ટના નવીન ઉત્પાદનો સંયુક્ત રાષ્ટ્ર (UN)ના SDG 9 અને 11ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. નવીન ઉત્પાદનો જેમ કે પુરાસેન્ડ, એએસી કૂલ વોલ બ્લોક્સ, અંબુજા કવાચ, અંબુજા રૂફ પ્લસ, અને કમ્પોઝિટ પ્લસ બાંધકામને મજબૂતી બક્ષે છે. અંબુજા કવચ, ઉચ્ચ-ગુણવત્તાવાળા વોટર રિપેલન્ટ પ્રોપર્ટીઝ સાથે ખાસ તૈયાર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સોલર ઇમ્પલ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણિત અંબુજા કવચ ફાઉન્ડેશન, સ્લેબ અને દિવાલોનાં સુરક્ષા કવચ તરીકે કામ કરશે.  

ACC અને અંબુજા સિમેન્ટ્સ કાર્બન ફૂટપ્રિન્ટસ ઘટાડવા સર્કયુલર ઈકોનોમી તેમજ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે અગ્રણી ભૂમિકામાં છે. અંબુજા સિમેન્ટના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ~90% લો કાર્બન ફ્લાય એશ-આધારિત PPC અને કોમ્પોઝિટ સિમેન્ટનો સમાવેશ થાય છે. ACC સિમેન્ટ પણ બાંધકામ ઉદ્યોગમાં નવીન ઉત્પાદન પ્રક્રિયા ECOPact થકી CO2 ઉત્સર્જનમાં 100% ઘટાડો કરવા સુસજ્જ છે.  

ભારતમાં CO2 ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન કન્સ્ટ્રક્શન દ્વારા ટકાઉ બાંધકામ માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મજબૂત બાંધકામ અને ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કંપની વધુ બોલ્ડ એક્શન પ્લાન બનાવવાની નેમ ધરાવે છે.