- શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત
- તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક રહ્યા છે
દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક ડૉ. શિલ્પક અંબુલેને સિંગાપોરમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વિદેશ મંત્રાલયમાં ચીન સહિત પૂર્વ એશિયા વિભાગને સંભાળે છે. ડૉ. અંબુલે 2002 બેચના IFS અધિકારી છે. જ્યારથી તેઓ વિદેશ સચિવ બન્યા છે ત્યારથી તેઓ જયશંકર સાથે કામ કરી રહ્યા છે અને મુખ્ય સહાયક તરીકે જયશંકર સાથે કામ કરવાનું ચાલુ રાખતા જોવા મળશે.
અંબુલે લો-પ્રોફાઇલ પર હોવા છત્તા ખૂબ જ મહેનતુ અધિકારી તરીકે ઓળખાય છે. ચાઈનીઝ ભાષા પર તેની સારી પકડ છે અને તે સિંગાપોરમાં પી કુમારનનું સ્થાન લેશે. સફળ કાર્યકાળ પછી, પી કુમારનને સિંગાપોરથી સાઉથ બ્લોકમાં પાછા બોલાવવામાં આવ્યા છે.
આ સહીત ગલ્ફ ડિવિઝનને સંભાળતા સંયુક્ત સચિવ વિપુલને કતારમાં ભારતીય રાજદૂત બનાવવામાં આવ્યા છે. તેઓ દીપક મિત્તલનું સ્થાન લેશે. મલેશિયામાં ભારતીય રાજદૂત મૃદુલ કુમાર સ્વિત્ઝરલેન્ડ જઈ રહ્યા છે.
આ સિવાય ઓસ્ટ્રિયામાં ભારતીય રાજદૂત જયદીપ મજુમદારનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. કતારમાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવતા દીપક મિત્તલને PMOમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પાછા બોલાવાયા છે. હાલમાં આ પોસ્ટ ગૌરવ શ્રેષ્ઠા પાસે છે, જેઓ ઈરાનમાં ભારતીય રાજદૂત પણ છે.