Site icon Revoi.in

અમદાવાદમાં સાંજના 6થી સવારના 7 વાગ્યા સુધી સ્ટ્રીટ લાઈટ્સ ચાલુ રાખવા AMCએ લીધો નિર્ણય

Social Share

અમદાવાદઃ શહેરમાં શિયાળાના આગમન સાથે સાંજે 6 વાગ્યે અંધારૂ થઈ જાય છે. અને સવારે 7 વાગ્યા સુધી રોડ-રસ્તાઓ પર અંધારૂ રહેચુ હોવાથી હવે શહેરની તમામ સ્ટ્રીટ લાઈટ્સ સાંજના 6 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 10 કરોડના ખર્ચે કુલ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઇટ્સ વહેલી સવારે અંધારૂ હોવા છતાં બંધ કરી દેવામાં આવતી હતી.અને તે અંગે ફરિયાદો પણ ઊઠી હતી. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો બંધ હોવા અંગેની અથવા તો ચાલુ-બંધ થતી હોવાની ફરિયાદ પણ કરાતી હતી. શિયાળાની શરૂઆત થતાં સાંજના સમયે વહેલું અંધારું અને સવારે મોડું અજવાળું થતું હોવાથી શહેરની તમામ સ્ટ્રીટ લાઈટ સાંજે 6 વાગ્યાથી ચાલુ કરવા અને સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવા માટેની સૂચના સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં અધિકારીઓને આપવામાં આવી છે.  ઉપરાંત જે પણ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નથી એવા વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવશે. દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતું કે, શિયાળાની શરૂઆત થતાં હવે સાંજે વહેલુ અંધારું થતું હોવાથી સાંજના 6થી 6.15 વાગ્યા સુધીમાં લાઈટો શરૂ કરવા અને મોર્નિંગ વોકમાં લોકો મોડે સુધી હોય, તે માટે 6.45થી 7 વાગ્યા સુધી સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હજી સુધી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી નથી. જેથી 99 જેટલા સ્ટ્રીટ લાઇટના કામોના આયોજન કરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 10 કરોડના ખર્ચે કુલ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે.

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ભરતી કરવામાં આવેલા સર્વેયરોને જમીન માપણી માટેના મશીન આપવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં જ 35 જેટલા સર્વેયરોની ભરતી કરવામાં આવી છે, જે સર્વેયરો છે. તેમની પાસે હાલમાં જમીન માપણી કરવા માટેનું સાધન ઉપલબ્ધ નથી. જેથી, દરેક ઝોન દીઠ બે જેટલા મશીન એમ કુલ 14 જેટલા મશીન લાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.