- અમદાવાદમાં કોરોનાને લઈને તંત્ર સતર્ક
- ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પ્રક્રિયામાં વધારો
- એસટી સ્ટેન્ડ રેલ્વે સ્ટેન પર ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ
અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જો કે કેટલાક સ્થળોએ હાલ પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યામાં કોરોનાને હવે સતર્કતા વધારાઈ છે, કારણ કે આવનારા દિવસોમાં નવરાત્રી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોની ભીડ એકઠી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં હવે બીજી લહેરમાં કોરોના ઓછો થયા પછી ફરી કેસ વધવાની શરૂઆત થયેલી જોવા મળે છે. અમદાવાદમાં કોરોના કેસ શરૂ થતાં જાહેર સ્થળ ગણાતા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પણ અમદાવાદ મ્યૂનસિપલ કોર્પોરેશનની ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આ સાથે જ કોરોનાને લઈને ટેસ્ટિંગની કાર્યવાહી શરુ કરીને વધારવામાં આવી છે,ટેસ્ટિંગ સાથે વેક્સિનેશનની પણ કામગીરી જોરશોરમાં ચાલુ કરવામાં આવી રહી છે. જોકે બીજી તરફ લોકો કોરોના નિયમોનું ચુસ્તપણે અમલ પણ નથી કરી રહ્યા.જેને લઈને આવા વિસ્તારોમાં માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને ટેસ્ટ કરાવવા અને વેક્સિન મેલલા માટેની ખાસ અપીલો કરવામાં આવી રહી છે.
કોરોનાના કેસોમાં નહીવત વધારાની સાથે એક ચેતવણી છે કે હવે કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ અને કોરોના સામે સતર્કતા દાકવવી જોઈએ જેને લઈને અમદાવાદ શહેર પણ સતર્ક બન્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલા આગળથી જ હાથ ધરવામાં આવી રહ્યા છે,વેક્સિનની સાથએ સાથએ ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યા છે