Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 1282 જગ્યાઓ ભરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થતાં મ્યુનિ.ની ટેક્સની આવકમાં તો વધારો થયો છે. સાથે વહિવટી કામગીરીમાં પણ વધારો થયો છે. મ્યુનિ.કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. સાથે સમયાંતરે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા હોવાથી કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. મ્યુનિ.માં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 1282 જગ્યાઓ આગામી 6 મહિનામાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 જેટલા કર્મચારીઓને બઢતી અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં 1282 કર્મચારીઓની. વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. હેલ્થ, ઇજનેર અને એસ્ટેટ વિભાગ સહિતના વિભાગોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે 30 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને બઢતી આપી તે જગ્યા પણ ભરવામાં આવશે. એએમસીમાં છેલ્લા બે વર્ષથી ભરતી શરૂ કરવામાં આવી છે અને તેને આગળ વધારવામાં આવી રહી છે.

મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ.માં ખાલી જગ્યાઓને લીધે કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. શહેરનો વિસ્તાર વધતા કામનું ભારણ પણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં હવે આગળ વધુ ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો છે, કુલ 1282 જેટલી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં હેલ્થ વિભાગ ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગની ભરતી કરાશે. છેલ્લા અનેક સમયથી ફૂડ વિભાગ અને ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા માટેની માંગ થઈ રહી હતી. જેને લઇ હવે વોર્ડ દીઠ ફૂડ વિભાગનો સ્ટાફ ખૂટે છે. જેને પૂર્ણ કરવા માટે થઈને અધિકારીઓને ભરતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ વિભાગમાં પણ હજી સ્ટાફની અછત છે. જેથી ફાયર વિભાગમાં પણ ભરતી પ્રક્રિયા કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇજનેર વિભાગમાં પણ એડિશનલ સિટી ડેપ્યુટી સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ સિટી ઇજનેર જેવા અધિકારીઓની બઢતી કરી ખૂટતી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જેનાથી લોકોને રોજગારી મળશે સાથે પ્રજાના કામો પણ ઝડપથી થઈ શકશે.