Site icon Revoi.in

અમદાવાદમાં રોડનું મજબુતાઈથી કામ પૂર્ણ થયાં બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણા ચુકવાશે, AMC

Social Share

અમદાવાદઃ  શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનતા નવા રોડ મહિનાઓમાં તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઊઠ્યા હતા. આથી મ્યુનિ.કમિશનરે  શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપાસ્યા બાદ અને કેટલું કામ પૂરું થયું છે તેની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાનો આદેશ કર્યો છે. શહેરમાં અત્યારે જે રસ્તાઓ બની રહ્યા છે, તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય જળવાઇ રહે તે માટે ચોક્કસ ફોર્મેટમાં ફોર્મ ભરવા માટે કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રોડ પરના થરની જાડાઈ, ડામર કેટલો ગરમ છે? તેની લેબોરેટરી ચેકઅપ સહિત અનેક બાબતોનો સમાવેશ થતો હતો.

અમદાવાદ શહેરના નવા બનતા રોડને મજબુત અને ગુણવત્તાવાળા બનાવવા મ્યુનિ,કમિશનરે પ્રયાસો હાથ ધર્યા છે. મ્યુનિ. કમિશનરે વધુ એક નિર્દેશ આપી શહેરમાં બનતા રસ્તાઓના કોન્ટ્રાક્ટરને તેમનું પેમેન્ટ ચૂકવવામાં પણ આ સ્પેશિફિકેશનને ધ્યાને લેવા આદેશ આપ્યો છે. તેમજ જેટલું કામ પૂર્ણ થયું છે તે ધ્યાને લઈને જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવે છે. જેથી આગામી દિવસોમાં તેને અનુસંધાને કોઇ વિવાદ ન રહે. તેની તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે પ્રતિવર્ષ રસ્તાઓ બનાવવા અને તેને રિપેર કરવા પાછળ 400 કરોડ કે તેથી વધારે ખર્ચ કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા તથા અન્ય પાછળ પ્રથમ છ મહિનામાં માંડ 96 કરોડ જેટલો ખર્ચ કરાયો છે. બીજી તરફ શહેરમાં બનતાં રસ્તાઓની ગુણવત્તા બાબતે અનેક ફરિયાદો ઉઠે છે. 2017માં મોટી સંખ્યામાં શહેરના રસ્તાઓ તૂટી ગયા બાદ મામલે કેટલાક ઇજનેરો સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. કોરોના પછી એક તબક્કે મ્યુનિ.ની તીજોરીમાં નાણાં નહીં હોવાથી મોટી સંખ્યા કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ બાકી હતા. જોકે એક સાથે રાજ્ય સરકાર દ્વારા મ્યુનિ.ને 700 કરોડની રકમ આપવામાં આવતાં તેનું પેમેન્ટ થયું હતું. માત્ર રોડના કામોના કોન્ટ્રાક્ટરને પ્રથમ પેમેન્ટ આપી દેવાયું હતું. રોડ કોન્ટ્ર્ક્ટરના તમામ કામોમાં પહેલા પેમેન્ટ થઈ ગયું હતું.