અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ સામે AMCની કાર્યવાહી, સ્કુલ, સહિત નોડલ ઓફિસરોને દંડ કરાયો
અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ત્યારે મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિના આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. તેમજ મચ્છરોના પરા શોધીને તેનો નાશ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે AMCની પાંચ જેટલી મિલકતોમાંથી મચ્છરોના બિલ્ડિંગ અને પોરા મળી આવતા માત્ર સામાન્ય દંડ નોડલ ઓફિસરોને ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ના વધે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તમામ મિલકતોમાં મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની જવાબદારી નોડલ ઓફિસરોને આપવામાં આવી હતી. મિલકતોમાં બ્રિડિંગ ન થાય તેના માટે ચેકિંગ કરી અને તેની માહિતી ફોર્મમાં ભરવાની હોય છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં AMCની પાંચ જેટલી મિલકતોમાંથી મચ્છરોના બિલ્ડિંગ અને પોરા મળી આવતા માત્ર સામાન્ય દંડ નોડલ ઓફિસરોને ફટકારવામાં આવ્યો છે. અન્ય કન્સ્ટ્રક્શન સાઈડ કે કોઈ મિલકતમાંથી મચ્છરના બિલ્ડિંગ મળી આવે તો 1,000થી લઈ 50,000 અને 1 લાખ રૂપિયાનો દંડ કરાય છે, પરંતુ સરકારી અધિકારીને માત્ર 250 રૂપિયા જેટલો સામાન્ય દંડ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોમાં મચ્છરોના બ્રેડિંગ ન થાય તેના માટે અવારનવાર ચેકિંગ કરી અને તેની માહિતી યુ આર કોડ મારફતે ફોર્મ ભરવાનું હતું. જેની જવાબદારી નોડલ ઓફિસરોને આપવામાં આવી હતી આ પ્રક્રિયા શરૂ થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમને જઈ અને તે મિલકતોમાં તપાસ કરવામાં આવતા મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. જેમાં શાહપુર રેન બસેરાને રૂ. 250, શાહીબાગ ડ્રેનેજ પંપિંગ સ્ટેશનને રૂ. 500, વટવા ગુજરાતી શાળા નંબરને રૂ 250, વટવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરને રૂ. 250 અને ઇન્ડિયા કોલોની વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરને રૂ. 1000 દંડ કરાયો છે. આ તમામના નોડલ ઓફિસરોને આ દંડ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા પાણી ન ભરાય તેના માટે નાગરિકોને સૂચન આપવામાં આવે છે કે, જ્યાં પણ વરસાદી પાણી ભરાયું હોય તો તેનો તરત જ નિકાલ કરી દેવો જોઈએ. આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન જે પણ મિલકતો કે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર જો મચ્છરના પોરા કે બ્રિડિંગ મળી આવે છે, તો તેમાં રૂ.5,000થી લઈ એક લાખ સુધીનો દંડ કરવામાં આવે છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પ્રિમાઇસીસમાંથી જ હવે મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા છે, ત્યારે તેના નોડલ ઓફિસરોને માત્ર 250 રૂપિયા જેવો સામાન્ય દંડ કરવામાં આવી