Site icon Revoi.in

AMCની રોડ મરામતના કામો માટે 38 કરોડનો વધારો આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ખાડાંઓ પડતા અને રોડ તૂટી જતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ મરામતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝડપથી રોડ મરામતની કામગીરીના નામે એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ગોઠવણ કરી અંદાજિત ભાવ કરતા વધુ ભાવે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં નવા રોડ બનાવવાની રીત સરફેસ કરવા માટે ઇજનેર વિભાગના અધિકારીઓ બનાવેલા કુલ રૂ. 105 કરોડના અંદાજ કરતા 25 ટકા વધુ ભાવે રૂ. 138 કરોડના કોન્ટ્રાક્ટ આપવાની વિવાદાસ્પદ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.

મ્યુનિના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યુ હતું  કે, શહેરમાં ડામરના રોડ ટકતા નથી. અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે. ભ્રષ્ટાચારી વહીવટના કારણે રોડ બનાવવા પાછળનો ખર્ચ વેડફાઈ જાય છે ત્યારે શહેરમાં નવા રોડ રીસરફેસ કરવાના નામે રૂ. 137 કરોડના ચાર કામોની દરખાસ્ત લાવવામાં આવી છે. જેમાં 24.50 ટકા વધુ ભાવ મૂકવામાં આવ્યા છે. એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓએ રૂપિયા 105 કરોડનો અંદાજ મૂક્યો હતો તેની સામે 32 કરોડ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું ઇજનેર વિભાગના અધિકારીઓ યોગ્ય અંદાજ કાઢી શકતી નથી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે વચ્ચે રોડના કામગીરી માટે કોન્ટ્રાક્ટરો એકબીજાની ગોઠવણ કરતા હોય તેમ વિવાદાસ્પદ દરખાસ્ત લાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને મધ્ય ઝોન વિસ્તારમાં નવા રોડ રીસરફેસ કરવા માટે એક કોન્ટ્રાક્ટરને બે ઝોનમાં, જ્યારે અન્ય ઝોનમાં બે કોન્ટ્રાક્ટરને 25 ટકાથી વધુના ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત લાવવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય તેમ તેઓએ પણ નેગોસીએશન માટે અસંમતિ પહેલા દર્શાવી હતી ત્યારબાદ માત્ર એક ટકાથી બે ટકા જ ઓછો ભાવ કરી અને કોન્ટ્રાક્ટ મળે તે રીતે જ અધિકારીઓએ તેમની દરખાસ્ત લાવી છે.