AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં પરિવહન કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈકો ફ્રેન્ડલી દિવસ અંતર્ગત એએમસીના હોદ્દેદારો અને અધિકારી-કર્મચારીઓ દર શુક્રવારે પેટ્રોલ-ડીઝલના વાહનનો ઉપયોગ નહીં કરે. તમામ કોર્પોરેટરોને શુક્રવારે તેમના વિસ્તારમાં પણ સાયકલ કે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મનપાની આ પહેલા અન્ય મનપા અને રાજ્યની પ્રજાને નવી દિશા મળશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ કે, ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડે ઉજવવાનો નિર્ણય એક મહિના પહેલાથી કરવામાં આવ્યો છે. જેથી ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ મળે અને પર્યાવરણનું જતન થાય. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના કારણે શહેરમાં પ્રદૂષણ ફેલાય છે. જેથી એએમસીના તમામ હોદ્દેદારો સાયકલ, બીઆરટીએસ તેમજ એએમટીએસનો ઉપયોગ કરશે. જેથી શહેરના નાગરિકોને પણ પ્રદૂષણ ફેલાવતા વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળે.”