અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા અંતર્ગત તેના પ્રથમ પગલે પરંપરાગત રીતે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જળયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ લાવી ભગવાન જગન્નાથજીનો મંદિર ખાતે જળા અભિષેક કરવામાં આવશે.
આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે આવનારા દિવસોમાં ભગવાનને મોસાળુ ધરાવવામાં આવશે ભગવાન મોસાળમાં જશે. ત્યારબાદ આંખે પાટા બાંધવામાં આવશે અને સાત જુલાઈએ અષા સુદ બીજના દિવસે રંગે ચંગે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અમદાવાદ શહેરની નગર પરિક્રમાએ નીકળશે. આજના આ અવશરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંતો સહિત મોટી સંખ્યમાં નગરજનો ઉપસ્થિત છે.