અમેરિકાઃ ટ્રમ્પ બાદ હવે બાઈડેને પણ 2024 રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ હાલ અમેરિકા પ્રમુખ જો બાઈડેન છે અને તેમનો કાર્યકાળ લગભગ 2024માં પૂર્ણ થશે. એટલે કે વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. વર્ષ 2024ની ચૂંટણીમાં ઝંપલાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે મન બનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો. બાઈડેને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિબિડેને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં ઔપચારિક નિર્ણય લીધો નથી પરંતુ મારો ઇરાદો છે, ફરીથી ચુંટણી લડવાનો અને અમારી પાસે આ નિર્ણય લેવા માટે સમય છે. તેમણે કહ્યું હતું કે, ફર્સ્ટ લેડી પણ ચુંટણી લડવાની તરફેણમાં છે. મારી પત્ની ડો. બિડેન વિચારે છે કે, આપણે કંઈક ખૂબ જ જરૂરી કરી રહ્યા છીએ અને મારે તેનાથી દૂર ન જવું જોઈએ.
અમેરિકામાં દર ચાર વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે. ગત ચૂંટણીમાં બાઈડેનનો ભવ્ય વિજય થયો હતો અને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં હતા.