Site icon Revoi.in

અમેરિકાના યુદ્ધવિમાનોએ ઈરાકમાં ISISના અડ્ડા પર ફેંક્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા, જુઓ VIDEO

Social Share

ઈરાકમાં આઈએસના ઠેકાણા પર અમેરિકાએ કર્યો હવાઈ હુમલો

એફ-35, એફ-15 યુદ્ધવિમાનોએ વરસાવ્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ

ઈરાકી સુરક્ષાદળો અને અમેરિકાની સેનાનું સંયુક્ત ઓપરેશન

વોશિંગ્ટન : અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન તરફથી આવેલા જાણકારી પ્રમાણે, અમેરિકાના યુદ્ધવિમાનોએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના ઠેકાણા પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બમારા દરમિયાન અમેરિકાના આધુનિક એફ-35 અને એફ-15 યુદ્ધવિમાનોનો ઉપયોગ કર્યો અને તેની મદદથી લગભગ 36 હજાર કિલોગ્રામ એટલે કે 40 ટન બોમ્બ વરસાવ્યા હતા. આ બોમ્બમારો તિગ્રીસ નદીમાં રહેલા એક ટાપુ પર કરવામાં આવ્યો હતો.

અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન સેના તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, એફ-15 અને એફ-35 યુદ્ધવિમાનોએ ઈરાકની રાજધાની બગદાદની ઉત્તરમાં આવેલા સલાહેદ્દીનના મધ્ય પ્રાંતમાં કિનૂસ ટાપુ પર બોમ્બમારો કર્યો છે.

મંગળવારે કરાયેલા આ હુમલામાં ઈરાકી સુરક્ષા દળો અને આઈએસની વિરુદ્ધ અમેરિકાના નેતૃત્વાળી ગઠબંધન સેના દ્વારા ચલાવવામાં આવેલા સૈન્ય અભિયાન હેઠળ કરવામાં આવ્યા હતા. 2017માં આઈએસઆઈએસને ઈરાકમાં ખરાબ રીતે ખદેડવામાં આવ્યું હતું અને તેને મોટું નુકસાન વેઠવું પડયું હતું.

તાજેતરમાં આઈએસઆઈએસના સ્લીપર સેલે ઈરાકમાં ઘાતક બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. આઈએસએ સીરિયા અને ઈરાકના મોટા ક્ષેત્રો પર કબજો જમાવ્યો હતો અને અહીં તેમણે 2014માં ખિલાફતની ઘોષણા કરી હતી. સેના દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડોયમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટ થતા દેખાઈ રહ્યા છે અને ટાપુ પર દરેક ઠેકાણે ધુમાડાના ગોટાળા ઉઠતા દેખાઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ગત ઘણાં સમયથી અમેરિકા ઈરાકમાં આઈએસની વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે અને આતંકી ઠેકાણા પર હવાઈ હુમલા કરી રહ્યું છે. તેના કારણે આઈએસઆઈએસને મોટું નુકસાન થયું છે અને તેમણે પોતાના કબજા હેઠળના વિસ્તારોને ગુમાવવા પડયા છે.