ગેંગસ્ટર ગોલ્ડી બરાડની હત્યાનો અમેરિકાએ કર્યો ઈન્કાર
નવી દિલ્હીઃ પંજાબના ગેંગસ્ટર ગોલ્ડી બરાડ જીવીત હોવાનું જાણવા મળે છે. તેની હત્યાના સમાચાર મીડિયામાં પ્રસારિત થયાં હતા. જે બાદ કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે તેનુ ખંડન કર્યું છે કે, ગોળીબારની ઘટનામાં હુમલો કરનાર બે વ્યક્તિઓ પૈકી એક કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરાડ હતો. પોલીસ વિભાગના લેફ્ટિનેન્ટ વિલિયમ જે ડુલીએ કહ્યું હતું કે, કોઈ ઓનલાઈન ચેટને કારણે દાવો કરાયો કે ગોળીબારનો શિકાર ગોલ્ડી બરાડ બન્યો છે પરંતુ અમે પૃષ્ટી કરીએ છીએ છે કે, આ બિલકુલ સત્ય નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ઓનલાઈન સમાચાર એજન્સી પર ફેલાઈ રહેલી સૂચનાના પરિણામસ્વરૂપ અમને દુનિયાભારમાંથી સવાલ મળી રહ્યાં છે. અમને ખ્યાલ નથી કે આ અફવા કોણે શરુ કરી, પરંતુ તેને તૂલ પકડી લીધુ અને જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ છે પરંતુ આ સત્ય નથી.
પોલીસે હજુ સુધી બંને વ્યક્તિઓની ઓળખ નથી કરી જેમની ઉપર હુમલો થયો છે. જે પૈકી એકનું હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે બીજી વ્યક્તિને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ફ્રેસ્નોના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના ફેયરમોંટ અને હોલ્ટ એવેન્યુમાં બે વ્યક્તિઓ ઉપર હુમલો થયો હતો. ગોળીબારની ઘટના ભારતમાં જંગની આગની ફેલાઈ ગઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મૃતક ગોલ્ડી બરાડ છે.
ગોલ્ડી બરાડ પંજાબના શ્રી મુક્તસર સાહિતનો નિવાસી છે. ગોલ્ડીના પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડની ચંદીગઢમાં હત્યા થઈ હતી. ગુરલાલ બરાડીની હત્યા બાદ ગોલ્ડી બરાડ ગુનાહિત દુનિયામાં પ્રવેશ્યો હતો.