નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. ચીને યુદ્ધમાં રશિયાને સમર્થન આપ્યું હતું. જ્યારે ભારતે ન્યૂટ્રલ રહીને યુદ્ધને સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યું છે. દરમિયાન હવે ચાઈન રશિયાને સૈન્ય સહાય આપી રહ્યાંનું સામે આવતા અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ રશિયાને સૈન્ય સહાય નહીં કરવા ચીનને ચેતવણી આપી હોવાનું જાણવા મળે છે.
અમેરિકી અધિકારીઓ અનુસાર રશિયા અને યુક્રેન યુદ્ધમાં બેઈજિંગ રશિયાને સૈન્ય સહાય પ્રદાન કરી રહ્યું છે. જે અંગે અમેરિકા ચીન પર નવા પ્રતિબંધ લગાવવા બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરી શકે છે. અમેરિકાએ ચીનને આ પ્રકારે ના કરવા માટે સીધી ચેતવણી આપી દીધી છે. 18 ફેબ્રુઆરીના રોજ અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકન અને ઉચ્ચ ચીની રાજનયિક વાંગ યી વચ્ચે બેઠક થઈ હતી.
સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું તે સમયે જે દેશો રશિયા પર લગાવેલ પ્રતિબંધનું સમર્થન કરી રહ્યા હતા, તે દેશો સાથે મળીને અમેરિકા બેઈજિંગ સામે કાર્યવાહી કરી શકે છે. અમેરિકાએ રશિયાની મદદ કરતા આરોપીઓ અને કંપનીઓ પર દંડ ફટકાર્યો છે. જેમાં ચીનમાં થતી નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પર પ્રતિબંધ લગાવવામાં અમેરિકાએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જર્મનીથી લઈને દક્ષિણ કોરિયા સુધીના અમેરિકી સહયોગી ચીન પર પ્રતિબંધ મુકવા બાબતે વિચાર કરી રહ્યા છે.