Site icon Revoi.in

અમેરિકાને નથી જરૂર બિનજવાબદાર રાષ્ટ્રપતિની -જો બિડને કર્યો ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર

Social Share

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ધમાસણ ચાલી રહ્યું છે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડને ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક વાર કર્યો હતો, તેમણે કહ્યું કે, કોરાના સંક્રમિત હોવા છતાં ટ્રમ્પનું બેદરકારી પૂર્ણ વર્તન યોગ્ય નથી, ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પ કોરોના ગ્રસ્ત છે.

ટ્રમ્પને કોરોનાની સારવાર માટે લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ચાર દિવસ સુધી તેઓની સારવાર ચાલી હતી, ત્યાર બાદ સોમવારે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસના ડો. સીન કોનલ એ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શનિવારથી કાર્ય કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
નેવાડાનાં લાસ વેગાસમાં એક સભાને સંબોધન કરતાં, બીડેન એ કહ્યું કે, “અમેરિકાને એવા રાષ્ટ્રપતિની જરૂર છે, જે સમજી શકે કે દેશના નાગરિકો કઈ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે અને તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.”

તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એ જોવું જોઈએ કે દેશના લોકો ક્યાં છે અને તે ક્યાં જવા માંગે છે. જનતાની છેલ્લી વસ્તુ એ જોઇએ છે એક એવા રાષ્ટ્રપતિ જે તેમની અવગણના કરે, તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે અને એવા રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ.

બિડેને કહ્યું કે, ટ્રમ્પ બીમાર હતા ત્યારથી તેમનું બેદરકાર અંગત વર્તનથી આપણી સરકાર પર વિનાશક અસર પડી છે, તે અયોગ્ય છે. તેઓએ પોતાને અથવા બીજાના રક્ષણ માટે જરૂરી સાવચેતીઓ લીધી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી રાષ્ટ્રપતિ જેટલા લાંબા સમય સુધી રહેશે ત્યાં સુધી વધુ બેદરકારી વાળા કેસ સામે આવશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પની બેદરકારીને કારણે બેરોજગારી દર વધ્યો છે.

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે “હૂવર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આધુનિક ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિ હશે કે જેઓએ સૌથી ઓછી નોકરીનું સર્જન કર્યું છે”

સાહીન-