દિલ્હીઃ ઈઝરાય અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાકની ભૂમિકાને લઈને અમેરિકા સતત ઈરાકથી નારાઝ જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એક વખત અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જે અંતર્ગત તેમને ઈરાકની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિતેલા દિવસને રવિવારે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સૈનિકો અને કર્મચારીઓ પર થયેલા તાજેતરના હુમલા બાદ અમેરિકી નાગરિકોએ ઇરાકની યાત્રા ન કરવી જોઈએ.
આ સહીત જારી કરાયેલ ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે આતંકવાદ, અપહરણ, સશસ્ત્ર સંઘર્ષ, નાગરિક અશાંતિ અને મિશન ઇરાકની યુએસ નાગરિકોને સહાય પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતાને કારણે ઇરાકની મુસાફરી ન કરવી. આથી અમેરિકન દળો પર હુમલામાં વધારો થયો છે ગાઝામાં ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારથી ઈરાક અને સીરિયામાં અમેરિકી દળો સામે હુમલા વધી ગયા છે.
આ સહીત વિતેલા અઠવાડિયે, યુ.એસ.ના યુદ્ધ જહાજે યમનમાં ઈરાન સમર્થિત હુથીઓ દ્વારા છોડવામાં આવેલા એક ડઝનથી વધુ ડ્રોન અને ચાર ક્રુઝ મિસાઈલોને તોડી પાડી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ કર્મચારીઓ અને હિતોની સામે વધી રહેલા સુરક્ષા જોખમોને કારણે યુએસ એમ્બેસી બગદાદ અને યુએસ કોન્સ્યુલેટ જનરલ એર્બિલમાંથી લાયક પરિવારના સભ્યો અને બિન-ઇમરજન્સી યુએસ સરકારી કર્મચારીઓને વિદાય આપવાના આદેશને અનુસરીને સલાહ આપવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા વિરોધી મિલિશિયા સમગ્ર ઇરાકમાં અમેરિકી નાગરિકો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ધમકી આપી રહ્યા છે. આ પહેલા રવિવારે અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું હતું કે તેઓ મધ્ય પૂર્વમાં અમેરિકી સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના જોઈ રહ્યા છે અને ઈરાન દ્વારા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરક્ષાની ચિંતાઓને કારણે, બગદાદમાં યુએસ સરકારના કર્મચારીઓને બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે, સ્ટેટ ડિપાર્ટમેન્ટે રવિવારે જણાવ્યું હતું. યુએસએ તાજેતરના અઠવાડિયામાં મધ્ય પૂર્વમાં મોટી માત્રામાં નૌકાદળ મોકલ્યું છે, જેમાં બે એરક્રાફ્ટ કેરિયર્સ, તેમના સપોર્ટ જહાજો અને લગભગ 2,000 મરીનનો સમાવેશ થાય છે.