Site icon Revoi.in

અમેરિકા: શેરબજારમાં એપલ કંપનીના શેરનો ભાવ સાતમાં આસમાને,તોડ્યો રેકોર્ડ

Social Share

દિલ્હી : હાલમાં મોટાભાગના લોકોના મોઢે એક શબ્દ વધારે ચર્ચામાં આવી રહ્યો છે, તે છે અમેરિકામાં મંદી. આ વાતને લઈને લોકોની વાતમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે તો કોઈ જાણી શક્યુ નથી પણ આવામાં અમેરિકાના શેરબજારથી સમાચાર આવી રહ્યા છે જે દર્શાવે છે કે અમેરિકાની સ્થિતિ જેવી વિચારવામાં આવે અને જેવી લોકો વાત કરે છે તેવી તો નથી. હાલમાં જ એટલે કે શુક્રવારે અમેરિકી બજાર ખુલતાની સાથે જ એપ્પલની માર્કેટ કેપ 3 લાખ અમેરિકી ડોલર (લગભગ 246 લાખ કરોડ રૂપિયા)ની પાર પહોંચી ગયા છે. શેર લગભગ 1 ટકા વધીને નવી ઊંચાઈ પર પહોંચી ગયા છે. પહેલી વાર શેરે $190.73ની કિંમતને પાર કરી છે. જાણકારી અનુસાર, એપ્પલ ઉપરાંત માઈક્રોસોફ્ટના શેર 40 ટકા વધ્યા છે. જ્યારે, ટેસ્લા-મેટા બંનેના શેર ડબલ થઈ ગયા છે.

એપ્પલ જાન્યુઆરી 2022માં ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન $3 મિલિયમ માર્કેટ કેપ સુધી પહોંચનારી પહેલી કંપની હતી, પરંતુ આ તે સ્તર પર બંધ થવામાં નિષ્ફળ રહી. જ્યારે, હવે 30 જૂન 2023 શુક્રવારે આવું ફરીથી થયું છે. શેરમાં તેજીની સાથે જ કંપનીની માર્કેટ કેપ 3 લાખ કરોડ અમેરિકી ડોલરની પાર પહોંચી ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, મે મહિનામં કંપની તરફથી આવકમાં 3 ટકાના ઘટાડાનો અંદાજ લગાવ્યા છતાય કંપનીની નવી પ્રોડક્ટ પર રોકાણકારોનો વિશ્વાસ કાયમ છે. એટલા માટે શેરમાં તેજી આવી છે.

આ વર્ષે શેરમાં જાન્યુઆરીમાં 126 અમેરિકી ડોલરનું નીચલુ સ્તર સ્પર્શ કર્યું હતું. જ્યાંથી હવે શેર વધીને 192 અમેરિકી ડોલરની પાર પહોંચી ગયા છે. આ દરમિયાન શેરે 50 ટકાનું વળતર પ્રાપ્ત કર્યું છે.દુનિયાભરમાં આર્થિક ટેન્શનની વચ્ચે એપ્પલ સારં પ્રદર્શન કરી રહ્યું છે. સાથે જ, કંપનીએ માર્જિન વધારવા માટે કોસ્ટ કટિંગ કર્યું છે. કંપનીએ મોટી છટણી પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા, ભારત, ચીન અને જાપાન જેવા દેશોના શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, લાખો કરોડોનું રોકાણ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના કારણે દેશના વેપારમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.