Site icon Revoi.in

અમેરિકા કરી રહ્યું છે અશક્ય બાબત પર સંશોધન – મૃત માનવીને જીવીત કરવાનું એક્સિપ્રીમેન્ટ

Social Share

આપણે આદીકાળથી સાંભળતા આવ્યા છીએ કે જીવન અને મૃત્યુ ઈશ્વરની દેન છે,સૌ કોઈ જાણે છે કે એક વખત વ્યક્તિ મૃત્યપ પામે છે ત્યાર બાદ તે ક્યારેય જીવીત થતો નથી, આ વસ્તુ અશક્ય છે જે સૌ કોઈ જાણે જ છે, મોત બાદ ઈન્સાન આ દુનિયામાં રહેતો જ નથી.જો કે આ બાબતે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં સંસોઘન થઈ રહ્યું છે.

મેડિકલ સાયન્સ પાસે વેન્ટિલેટર જેવા મશીનો છે જે વ્યક્તિને થોડા કલાકો કે દિવસો સુધી જીવિત રાખી શકે છે. હવે આવી સ્થિતિમાં મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સતત મૃત્યુને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃત વ્યક્તિને કેવી રીતે જીવિત કરવી? હવે આ અમેરિકાની એક એવી લેબના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેને જોયા પછી ખૂબ જ આશ્ચર્ય થાય છે.

આ લેબમાં લાશોને જીવિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જો આ પ્રયોગો સફળ થશે, તો ચોક્કસપણે તબીબી વિજ્ઞાનને મોટી સફળતા મળશે. ચાલો આ પ્રયોગ વિશે વિગતવાર જાણીએ.

હવે મૃતક ફરીથી જીવિત થઈ શકે છે. આ વાત સાંભળીને નવાઈ લાગે છે, પરંતુ આવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં આ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેને ક્રાયોનિક્સ કહેવામાં આવે છે. એરિઝોનામાં બનેલી લેબોરેટરીમાં આ ટેકનીક દ્વારા ઘણા શબને જીવતા રહેવાની આશામાં રાખવામાં આવ્યા છે.આ લેબોરેટરીમાં મોટા ભાગના ધનિકોની લાશો રાખવામાં આવી છે. આ લોકોએ પોતાના મૃતદેહોને આ લેબમાં આપવાનું નક્કી કરી લીધું હતું.

આ ટેકનીકમાં, શબને એક ખૂબ જ મોટા ફ્રીઝરમાં રાખવામાં આવે છે જેનું તાપમાન ખૂબ ઠંડુ હોય છે જેથી લાશોને કોઈ નુકસાન ન થાય. હવે આવી સ્થિતિમાં, જ્યારે પણ ભવિષ્યમાં મનુષ્યને જીવંત બનાવનારી ટેક્નોલોજી બનશે, ત્યારે આ લાશોને જીવંત કરી શકાશે. એટલા માટે હવેથી આ મૃતદેહોને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે.નિષ્ણાંતોને આશા છે કે તેઓ આના પર એક દિવસ સફળતા ચોક્કસ મળશે.