યુએસ પ્રમુખ જો બાઈડેન બુધવારે વ્હાઇટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિડેન અને ટ્રમ્પ 13 નવેમ્બરે સવારે 11 વાગ્યે ઓવલ ઓફિસમાં મળશે.
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પની વ્હાઇટ હાઉસ પરત ફરવાની તારીખ નજીક આવી રહી છે. અમેરિકામાં 5 નવેમ્બરના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઐતિહાસિક વાપસી કરી હતી. આ ચૂંટણીમાં ટ્રમ્પે તેમના ડેમોક્રેટિક હરીફ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવ્યા હતા.
આ સાથે, તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, ટ્રમ્પની જંગી જીત બાદ, રાષ્ટ્રપતિ બિડેને ટ્રમ્પને ફોન કરીને તેમની ચૂંટણીની જીત પર અભિનંદન આપ્યા હતા, અને સત્તાના સુવ્યવસ્થિત સ્થાનાંતરણનું વચન આપ્યું હતું.