Site icon Revoi.in

અમેરિકાએ ભારત સાથેના સંબંધોની કરી પ્રસંશા, તો ચીનને ગણાવ્યું પડકાર

Social Share

દિલ્હીઃ વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકા સાથે ભારતના સંબંઘો વયગુને વઘુ મજબૂત બન્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંઘો ગાઢ બન્યા છે વર્ષ 1997માં ભારત અને અમેરિકા (ભારત-યુએસ ડિફેન્સ ટ્રેડ) વચ્ચેનો સંરક્ષણ વેપાર લગભગ નજીવો હતો, જે આજે 20 અબજ યુએસ ડોલરથી ઉપર છે.ત્યારે ભારત સાથેના સંબંઘોને લઈને અમેરિકાએ વખાણ કર્યા છે તો બીજી તરફ અમેરિકાએ ચીનને મોટો પડકાણ પણ ગણાવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણેયુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને શુક્રવારે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ ભારત સાથે મજબૂત સંરક્ષણ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.

પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી પેટ રાયડરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે સંરક્ષણ સ્તરે ભારત સાથેના અમારા સંબંધોની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમે ભારત સાથે મજબૂત સંરક્ષણ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખીશું અને મને લાગે છે કે તમે અમને ચાલુ રાખતા જોશો.”આ વાત તેમણે ત્યારે કહી ત્યારે તેમને પશ્ન પૂછવામાં આવ્યો હતો.

 એક પ્રશ્નના જવાબમાં રાયડરે કહ્યું કે ચીન સંરક્ષણ વિભાગ માટે પડકાર બનીને રહી ગયું છે. પેટ રાયડરે કહ્યું, “અમે ભારત અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અન્ય દેશો સાથેની ભાગીદારીની પ્રશંસા કરીએ છીએ, કારણ કે જ્યારે વ્યક્તિગત રાષ્ટ્રોની સાર્વભૌમત્વની જાળવણી અને આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત વ્યવસ્થાનું પાલન કરવાની વાત આવે છે ત્યારે તેણે ઘણી સફળતાઓ મેળવી છે.” શાંતિ અને સ્થિરતા પણ અમારા સંબંધોમાં વર્ષોથી સાચવવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોને મજબૂત કરવા અને વૈશ્વિક સુરક્ષા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.