ઈઝરાયેલના સમર્થનમાં ઊભું અમેરિકા,બીજું યુદ્ધ જહાજ મોકલવાની તૈયારી
દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી લીધી છે. અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયેલના સમર્થનમાં છે. વોલ સ્ટ્રીટ જર્નલે યુએસ સંરક્ષણ અધિકારીઓને ટાંકીને મંગળવારે સાંજે અહેવાલ આપ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલને બીજું નૌકાદળ એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું વિચારી રહ્યું છે.
હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ઈઝરાયેલના ફાઈટર જેટ્સ ગાઝા પટ્ટી પર સતત હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તે હમાસને નષ્ટ કર્યા પછી જ બંધ થશે. આ દરમિયાન અમેરિકાએ બતાવ્યું છે કે તે તેના મિત્રોનું ધ્યાન રાખે છે. તેમની સુરક્ષા માટે મદદ કરે છે.
અમેરિકાએ તેનું સૌથી શક્તિશાળી બોમ્બર ઈઝરાયેલને પહોંચાડ્યું છે. આ બોમ્બરનું નામ B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ છે. આ કોઈ સામાન્ય બોમ્બર નથી. જો તે કોઈપણ જગ્યાએ બોમ્બ છોડવા લાગે તો સમજવું કે તે વિસ્તાર કબ્રસ્તાનમાં ફેરવાઈ જશે. તેની શક્તિ અને બોમ્બની ક્ષમતા ઘણી વધારે છે.
B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ ચલાવવા માટે પાંચ લોકોની જરૂર છે. આ છે- પાઈલટ, કો-પાઈલટ, વેપન સિસ્ટમ ઓફિસર, નેવિગેટર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર. 159.4 ફૂટ લાંબા આ એરક્રાફ્ટની પાંખો 185 ફૂટ લાંબી છે. આ વિમાન 40.8 ફૂટ ઊંચું છે. તે બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું.
તે ઉડતી વખતે 2.21 લાખ કિલો વજન ઉપાડી શકે છે. તે એક જ સમયે 1.81 લાખ લિટર ઇંધણ ધરાવે છે. આ વિમાનમાં 8 એન્જિન છે. જે તેને ભયંકર ઉર્જા પ્રદાન કરે છે. તેની મહત્તમ ઝડપ 1050 કિલોમીટર પ્રતિ કલાક છે. સામાન્ય રીતે તે 819 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે