અમેરિકાઃ ટ્રમ્પે તેમની કેબિનેટમાં તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને તેમની કેબિનેટમાં નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર પદ માટે નોમિનેટ કર્યા છે. ચાર ટર્મ કોંગ્રેસવુમન અને 2020ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગબાર્ડ તાજેતરમાં ડેમોક્રેટમાંથી રિપબ્લિકન બન્યા છે.
ટ્રમ્પે કૉંગ્રેસમેન મેટ ગેટ્ઝને અમેરિકાના એટર્ની જનરલ તરીકે નામાંકિત કર્યા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સેનેટર માર્કો રુબિયોને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવાની પણ જાહેરાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણની પરંપરા અનુસાર ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું.
tags:
Aajna Samachar AMERICA Appointed Breaking News Gujarati cabinet Director of National Intelligence donald trump Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar Tulsi Gabbard viral news