અમેરિકા યુક્રેનની મદદે આવ્યું – રાષ્ટ્રપતિ બાઈડને એક અરબ ડોલરની કિમંતોના સુરક્ષા સાધનો આપવાની કરી જાહેરાત
- યુક્રેનનીન મદદ કરશે અમેરિકા
- જોબાઈડને હથિયારો.રોકેટ સહીતના સાધનો આપવાની કરી જાહેરાત
દિલ્હીઃ- વિશઅવની મહાસત્તા ગણાતું અમેરિકાએ હવે યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે, અનેક સંકટ પરિસ્થિતિનો સામનો કરી રલેું યુક્રેનને આ મદદથી રક્ષા મળી શકે તેમ છે.કારણ કે યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી. યુએસ સંરક્ષણ મંત્રાલય તરફથી યુક્રેનની સશસ્ત્ર દળોને સીધા રોકેટ, બોમ્બ સામગ્રીઓ અને અન્ય શસ્ત્રોનો પુરવઠો પુરો પાડશે.
આ બાબતે મળતી વધુ જાણકારી પ્રમાણે યુએસ સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અનેક નિષ્ણાંતોએ યુક્રેનને લઈને ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનની જવાબી કાર્યવાહીને નિષ્ફળ બનાવવા માટે તેના સૈનિકો અને શસ્ત્રોને યુક્રેનના દક્ષિણ બંદર શહેરમાં ખસેડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મેરિકા તરફથી યુક્રેન માટે જાહેર કરવામાં આવેલી નવી સહાયમાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અથવા HIMARS, હજારો આર્ટિલરી શેલ્સ, મોર્ટાર સિસ્ટમ્સ વગેરે માટે વધારાના રોકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લશ્કરી કમાન્ડરો અને અન્ય યુએસ અધિકારીઓનું કહેનું છે કે યુક્રેનમાં ચાલી રહેલી લડાઈમાં રશિયાને વધુ જમીન કબજે કરવાથી રોકવા માટે HIMARS અને આર્ટિલરી સિસ્ટમ્સ ફઆયદાકારક સાબિત થશે. હવે યુક્રેન માટે યુએસની સહાય વધીને નવ અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.