નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પોતાના ચરમ પર છે. ત્યાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકિસ્તાન પ્રત્યે કોઈપણ પ્રકારના રાજકીય ઝુકાવ પ્રત્યે સાવધાન રહે. ડોનાલ્ડ ટ્રમ્પને આ સલાહ અન્ય કોઈએ નહીં, પણ અમેરિકાની વિદેશ નીતિના મામલાઓને એક નિષ્ણાત રિચર્ડ એન. હાસે આપી છે. હાસ વિદેશ સંબંધોની પરિષદના અધ્યક્ષ પણ છે.
પાકિસ્તાન સાથે સાવધાન રહેવાની સલાહ આપવાની સાથે હાસે ટ્રમ્પને એ પણ સૂચન કર્યું છે કે ભારતની સાથે અંતર બનાવવું અણસમજણ ભરેલું પગલું હશે. તેમણે ગત સપ્તાહે એક લેખ લખ્યો હતો, તેમા તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનને રણનીતિક ભાગીદાર બનાવવું અણસમજણ હશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ, હાસે પોતાના લેખમાં લખ્યું હતું કે આ વાત પર વિશ્વાસ કરી શકાય નહીં કે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સી આતંકવાદને નિયંત્રિત કરશે. હાસે આ લેખ પ્રોજેક્ટ સિંડિકેટમાં પ્રકાશિત થયો અને તેના પછી તે સીએફઆરની વેબસાઈટ પર પણ જાહેર થયો હતો.
હાસે પાકિસ્તાનથી સાવધાન રહેવાની સાથે એ પણ સલાહ આપી છે કે ભારતના રહેવાથી લાંબા ગાળાનો લાભ થશે. તેમણે લખ્યુ છે કે ભારતની સાથે અમેરિકાનું અંતર બનાવવું અણસમજણ ભરેલું પગલું હશે. આવું એટલા માટે, કારણ કે ભારત ઘણું જ ઝડપથી ચીનને પછાડીને દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. તેની સાથે જ ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યુંછે. તેવામાં હાલના સમયે ભારત પર દાંવ લગાવવો લાંબાગાળાનો લાભ હશે.