Site icon Revoi.in

હવે બાઈડન અને હેરિસના હાથમાં અમેરિકાની કમાન, અમેરિકન સંસદે બાઇડેન- હેરિસને વિજેતા જાહેર કર્યા

Social Share

દિલ્લી: અમેરિકી કોંગ્રેસે સંસદ પરિસરમાં મચાવેલા હંગામા બાદ ઇલેક્ટોરલ કોલેજના પરિણામોને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ જો બાઇડેનને રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. કમલા હેરિસ યુએસની આગામી વાઇસ પ્રેસિડેન્ટ હશે. બંને નેતાઓ 20 જાન્યુઆરીએ ઔપચારિક રીતે સત્તા સંભાળશે.

અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ત્રણ નવેમ્બરના રોજ થયેલ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ પર જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર કમલા હેરિસની જીતને માન્યતા આપીને તેને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા અમેરિકી સંસદના બંને સદનો – પ્રતિનિધિ સભા અને સેનેટ – એરીઝોનામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનની જીતને આપેલા પડકારને નકારી કાઢ્યા હતા.

સેનેટે જો બાઇડનની એરિઝોનામાં જીત સામે નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પડકારને નકારી કાઢ્યો છે અને કહ્યું કે, એરિઝોનાનાં પરિણામો માન્ય છે. એરિઝોનાના ચુંટણીના પરિણામો સામે રિપબ્લિકન ધારાસભ્યો પોલ ગોસર અને સેનેટર ટેડ ક્રુઝને વાંધો હતો, જેમને છ ના મુકાબલે 93 મતો દ્વારા નકારી કાઢ્યા હતા. તમામ રિપબ્લિકન સાંસદોએ તેની તરફેણમાં મત આપવાની સંભાવના હતી, પરંતુ કેપિટલ બિલ્ડિંગમાં થયેલી હિંસાની ઘટના બાદ સાંસદોએ આ વાંધાને સમર્થન નહીં આપવાનો નિર્ણય કર્યો.