Site icon Revoi.in

અમેરિકન સિંગર મેરી મિલબેન મણિપુર મુદ્દે પીએમ મોદીના સમર્થનમાં સામે આવી

Social Share

દિલ્હી:લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધવાની સાથે મણિપુર મુદ્દે પણ વાત કરી હતી. વડાપ્રધાનના ભાષણને લઈને વિપક્ષ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યું છે ત્યારે આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને પીએમ મોદીના ભાષણને સમર્થન આપ્યું હતું.

અભિનેત્રી મિલબેને ગુરુવારે મણિપુર મુદ્દે પીએમ મોદીના ભાષણને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. તેમણે દેશના અપ્રમાણિક પત્રકારત્વની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષ કોઈ પણ તથ્ય વિના માત્ર સૂત્રોચ્ચાર કરશે, જોરથી નારા લગાવશે. મિલબેન કહે છે કે તેને પીએમ મોદીમાં વિશ્વાસ છે, તે પીએમ મોદી માટે પ્રાર્થના કરી રહી છે.

કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે ગૃહમાં ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ની ગુંજ સાંભળીને બીજેપી ડરી ગઈ. ‘ભારત’ની એકતા જોઈને વડાપ્રધાન ડરી ગયા. તેથી જ તેઓ મણિપુરને બદલે કોંગ્રેસની ટીકા કરતા રહ્યા. સાથે જ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પણ વડાપ્રધાનના ભાષણની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પીએમનું ભાષણ નિસ્તેજ, કંટાળાજનક અને અવાસ્તવિક હતું. પીએમ મોદીના ભાષણે દેશની જનતાને મૂંઝવી દીધી. તેણે લોકોને નિરાશ કર્યા છે.