Site icon Revoi.in

‘યુક્રેનમાં અમેરિકન પેટ્રિયટ મિસાઇલોને નષ્ટ કરશે’,રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન

Social Share

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ 10 મહિના વીતી ગયા છે.બંને દેશોમાં સમાધાન દેખાતું નથી.આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે.જેમાં તેણે કહ્યું છે કે,તે ‘100%’ નિશ્ચિત છે કે રશિયા યુક્રેનમાં અમેરિકન પેટ્રિયોટ મિસાઈલોને નષ્ટ કરશે.આ સાથે તેણે કહ્યું છે કે પશ્ચિમી દેશો રશિયાને તોડવા માંગે છે.

તે જ સમયે, ક્રિસમસ પર, પોપ ફ્રાન્સિસે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની વિનંતી કરી છે. તેમણે વેટિકનમાં સેન્ટ પીટર્સ બેસિલિકામાંથી તેમના પરંપરાગત ક્રિસમસ સંદેશમાં યુક્રેનમાં “મૂર્ખ” યુદ્ધનો અંત લાવવાની અપીલ કરી હતી.

બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વોશિંગ્ટન પહોંચ્યા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી.તેણે અમેરિકા પાસે વધુ હથિયારોની માંગણી કરી છે.જેના પર અમેરિકાએ યુક્રેનને પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ આપવાની જાહેરાત કરી છે.આ એ જ મિસાઈલ સિસ્ટમ છે, જેનો ઉપયોગ અમેરિકાએ ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનની સલ્તનતને ખતમ કરવા માટે કર્યો હતો.

બે દિવસ પહેલા પુતિને અમેરિકન પેટ્રિયોટ ડિફેન્સ સિસ્ટમને જૂની ગણાવી હતી.તેમણે કહ્યું હતું કે,અમેરિકા યુક્રેનને જે પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ સપ્લાય કરી રહ્યું છે તે અમેરિકાની જૂની હથિયાર સિસ્ટમ છે અને રશિયા તેનો સામનો કરવા સક્ષમ છે. તેનો સામનો કરવા માટે રશિયા પાસે S-300 સિસ્ટમ છે.