Site icon Revoi.in

અમેરિકાની જાહેરાત – આ વર્ષ દરમિયાન 10 લાખ ભારતીયોને આપશે વિઝા

Social Share

દિલ્હીઃ- કોરોના મહામારી બાદ અમેરિકા જવા માંગતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે ઈન્ટર્વ્યૂ માટે અપોઈમેન્ટ સ્લોટ આપવામાં નહોતા આવતા ત્યાર બાદ સ્લોટ ખોલવામાં આવ્યા અને વિઝાની ક્રિયા સરળ બનાવાઈ ત્યારે હવે અમેરિકાએ વિઝા આપવા બબાતે ભારતને પ્રાધાન્ય આપ્યું છે.

આ શ્રેણીમાં વિતેલા દિવસે અમેરિકાએ ફરી  એકવાર  ભારતીયોને વધુ એક મોટી ભેટ આપી છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે તે આ વર્ષે 10 લાખ ભારતીય નાગરિકોને વિઝા આપશે.અંગ્રેજી મીડિયા સાથેની વાતચીત વખતે યુએસ એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ મિશન ભારતમાં અમારા દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસમાં બે લાખથી વધુ અરજીઓ પર પ્રક્રિયા કરી ચૂક્યું છે. અમે 2023 સુધીમાં 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવાના અમારા ધ્યેયને હાંસલ કરવાના ટ્રેક પર છીએ.

નોન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીમાં બિઝનેસ, ટ્રાવેલ, સ્ટુડન્ટ વિઝા અને ક્રૂ વિઝાનો સમાવેશ થાય છે. 10 લાખથી વિઝાનો ધ્યેય હાંસલ કરવા અને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, એમ્બેસી વધુ સ્ટાફ ઉમેરી રહી છે, ડ્રોપ-બોક્સ સુવિધાઓનો વ્યાપ વિસ્તારી રહી છે અને સપ્તાહના અંતે ઇન્ટરવ્યુ માટેનો સ્લોટ ખોલી રહી છે. વિઝા માટે રાહ જોવાનો સમય પહેલાથી જ ઘણો ઓછો થઈ ગયો છે.