- બાઈડન સરકારની મહત્વની જાહેરાત
- ગ્રીનકાર્ડ અરજદારોની અમુક શ્રેણીને પ્રીમિયમ સુવિધા આપશે
દિલ્હીઃ- અમેરિકાની સરકાર સતત પ્રવાસીઓ માટે નવી જાહેરાત કરે છે ત્યારે હવે જો તમે પણ અમેરીકામાં કાયમી થવા માંગતા હોય તો સરકાર ખાસ સુવિધા આપવા જઈ રહી છે આ માટે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે યુેસ પ્રમુખ જો બિડેનનું વહીવટીતંત્ર ગ્રીન કાર્ડ અરજદારોની કેટલીક મહત્વપૂર્ણ શ્રેણીઓ અને વિઝાની ચોક્કસ શ્રેણીઓ માટે પ્રીમિયમ સુવિધા વિસ્તારવા જઈ રહ્યું છે.
આ જાહેરાત અરજીઓ માટે કરવામાં આવી છે, જે વિદેશી વિદ્યાર્થીઓની તાલીમ સાથે સંબંધિત છે. ગ્રીન કાર્ડ્સ માટે EB-1 અને EB-2 અરજીઓની પ્રીમિયમ પ્રક્રિયા સાથે શરૂ કરીને, આ શ્રેણીઓને તબક્કાવાર રીતે વિસ્તૃત કરવામાં આવશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે જણાવ્યું હતું કે આ અગાઉ ફાઇલ કરાયેલી તમામ ફોર્મ I-140 અરજીઓ ઉપરાંત હશે, જે E13 બહુરાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ અને મેનેજર વર્ગીકરણ હેઠળ દાખલ કરવામાં આવી હતી.