અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત,વ્હાઇટ હાઉસએ આપી જાણકારી
દિલ્હી:અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત જાણવા મળી છે. વ્હાઇટ હાઉસ વતી કહેવામાં આવ્યું હતું કે ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોવિડ-19થી સંક્રમિત જાણવા મળી છે. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્વસ્થ થયાના થોડા દિવસો બાદ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે.
તે દક્ષિણ કેરોલિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વેકેશન કરી રહી હતી,ત્યારે તેમને સોમવારે કોરોનાના લક્ષણોનો અનુભવ થયો. જે બાદ તેણીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેણી પોઝીટીવ મળી હતી.જીલ બાઈડેનની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું હતું કે,કોરોના ટેસ્ટમાં બે વખત નેગેટિવ આવ્યા બાદ તે વ્હાઇટ હાઉસ પરત ફરશે.તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના નિયમિત પરીક્ષણ દરમિયાન સોમવારે કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ તે જ દિવસે મોડી સાંજે તેમને શરદી જેવા લક્ષણો દેખાવા લાગ્યા હતા
પ્રવક્તાએ કહ્યું કે,રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં તેમનો રિપોર્ટ ફરીથી નેગેટિવ આવ્યો, પરંતુ પછી પીસીઆર ટેસ્ટમાં કોરોનાની પુષ્ટિ થઈ.તેમને એન્ટિવાયરલ દવા પેક્સલોવિડ લેવાની સલાહ આપવામાં આવી છે. પ્રથમ મહિલાને ઓછામાં ઓછા પાંચ દિવસ માટે વેકેશન હોમમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને બે બૂસ્ટરની સાથે રસીના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે.