Site icon Revoi.in

દિલ્હીમાં ઠંડીના કહેર વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદી માવઠું

Social Share

દિલ્હીઃ-રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી શરૂ છે. તો ઠંડીની સાથે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગએ દિલ્હી,ઉત્તરપ્રદેશ,હરિયાણા સહિતના ઘણા રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં 2 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી હતી. આઇએમડી મુજબ, રેવાડી,ગુરુગ્રામ,સોનીપત,મથુરા,હાથરસ,જીંદ,પાણીપત,કરનાલશામલી,સહારનપુર,બાગપતમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ,દિલ્હીમાં 2 થી 5 જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેના કારણે ઠંડીનો પ્રકોપ વધુ વધી શકે છે. હાલ ઠંડીનો કહેર યથાવત છે. વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી,યુપી,હરિયાણા અને આજુબાજુનાં રાજ્યોમાં આગામી 4-5 દિવસ દરમિયાન તૂટક-તૂટક વરસાદ પડશે.તો દિલ્હીવાસીઓને પણ 3 જાન્યુઆરીથી શીત લહેરનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 2 થી 6 જાન્યુઆરી સુધી વધશે. હવામાન વિભાગે 2 થી 6 જાન્યુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન 6-8 ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું છે. વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે દિલ્હીમાં આગામી 3-4 દિવસ સુધી હળવા વરસાદની સંભાવના છે. જ્યારે હિમાલયના પ્રદેશોમાં એટલે કે પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.

આગામી બે દિવસમાં હિમાચલપ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,હરિયાણા,ચંડીગઢ,દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પણ શીત લહેર વધવાની સંભાવના છે. જેના કારણે ઠંડીનો ચમકારો રહેવાની સંભાવના છે. નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ દિલ્હીમાં સૌથી ઓછું તાપમાન 1.1 ડિગ્રી સાથે સૌથી ઠંડું નોંધાયું છે.

દેવાંશી-