એમિક્રોનનો ભયઃ દેશના એરપોર્ટો ઉપર અત્યાર સુધીમાં 8.5 હજાર પ્રવાસીઓનો કરાયો કોરોના ટેસ્ટ
દિલ્હીઃ આફ્રિકમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોન અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં પ્રવેશી ચુક્યો છે. એટલું જ નહીં ભારતમાં પણ નવા વેરિએન્ટના બે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ એમિક્રોન વેરિએન્ટના પગલે દેશના તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું ફરજિયાત કોરોના ટોસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 8.5 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત સાત દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.
એક કાર્યક્રમમાં ઓમિક્રોન કેટલો મોટો પડકાર છે તેની ઉપર કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જમાવ્યું હતું કે, આપણે આવા પડકારો માટે તૈયાર રહેવુ જોઈએ, અથ્યારે દુનિયામાં જીનોમ સિક્કેંસિંગના આધાર ઉપર તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. ભારત સરકારે સંક્રમણવાળા 11 દેશોને અલગ કરીને ત્યાંથી આવતી ફ્લાઈટ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. તેમજ એરપોર્ટ ઉપર પ્રવાસીઓનો રેપિડ-આરટીપીસીઆર ટેસ્ટ બાદ જ તેમને બહાર નીકળવા દેવામાં આવે છે. લગભગ 8.5 હજાર પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. કનેક્ટિવિટી જરૂરી છે સાથે જ સેફ્ટી અને સુરક્ષા ઉપર પણ ધ્યાન રાખવું એટલું જરૂરી છે. રિક્સવાળા દેશોમાંથી આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવા માટે હજુ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, જરૂર પડશે તો જરૂરી પગલા લેવામાં આવશે.