- ભારત બાયોટેક બ્રાઝીનની બે કંપનીઓ સાથેની ડીલ રદ કરી
- આ પહેલા કંપની ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાય હતી
દિલ્હીઃ– ભ્રષ્ટાચારના આરોપો બાદ ભારત બાયોટેકે કોવેક્સિન માટે બ્રાઝિલના ભાગીદારો સાથે તેમણે કરેલી ડીલને હવે રદ કરી હોવાના એહવાલ મળી રહ્યા છે, મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે, તેણે બ્રાઝિલના માર્કેટ માટે તેની કોરોના સામે રક્ષણાત્મક વેક્સિન કોવેક્સિન માટે પ્રેસિસા મેડિસમેન્ટો અને એન્વિક્સિયા ફાર્માસ્યુટિકલ્સ એલએલસી સાથે કરાયેલા સમજૂતી કરાર રદ કર્યા છે.
ભારત બાયોટેકે 20 મિલિયન ડોઝ સપ્લાય કરવા માટે બ્રાઝિલની સરકાર સાથે કરાર કર્યો હતો જે તમામલે તે વિવાદમાં આવી હતી અને તે તપાસનો વિષય બન્યો હતો.જેના કારણે હવે આ એમઓયુ સમાપ્ત કરાયોછે. બ્રાઝિલમાં પ્રેસિસા મેડિમેન્ટ્સ એ ભારત બાયોટેકની ભાગીદાર છે, જે નિયમનકારી સબમિશન, લાઇસન્સ, વિતરણ, વીમો અને ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ્સનું સંચાલન કરવામાં સહાયતા માર્ગદર્શન પ્રદાન કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “કંપનીએ તાત્કાલિક અસરથી એમઓયુ સમાપ્ત કરી દીધા છે. તે છંત્તા ભારત બાયોટેક બ્રાઝીલની ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા ANVISA નિયમનકારી મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અલગતથી કાર્ય કરવાનું ચાલુ રાખશે,”
ઉલ્લેખનીય છે કે,ભારત બાયોટેક દરેક દેશમાં લાગુ કાયદાકીય આવશ્યકતાઓ પ્રમાણે જુદા જુદા દેશોમાં મંજૂરી મેળવે છે. બ્રાઝિલિયન ક્ષેત્રમાં કોવેક્સિન રજૂ કરવાના ઉદ્દેશ્યથી ભારત બાયોટેક 20 નવેમ્બરના રોજ પ્રેસિસા મેડિમેન્ટ્સ અને એન્વિક્સિયા ફાર્માસ્યુટિકલ્સ એલએલસી સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.ત્યાર બાદ કંપની પર લાગેલા આરોપ વચ્ચે આ ડીલ હવે રદ કરવામાં આવી ચૂકી છે.