Site icon Revoi.in

ટ્વિટર સાથેના વિવાદ વચ્ચે નવનિયુક્ત આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘જે ભારતમાં રહે છે તેમણે કાયદાનું પાલન તો કરવું જ પડશે’

Social Share

 

દિલ્હીઃ- ભારતના નવા રેલ્વે અને આઈટી મંત્રી પદનો નવો કાર્યભાર સંભાળી રહેલા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘જે કોઈ ભારતનો નાગરિક છે અને જે ભારતમાં રહે છે, તેમણે અહીંના દરેક કાયદાઓનું પાલન કરવું જ પડશે’ .વિતેલા દિવસ બુધવારે શપથ ગ્રહણ કરીને આજરોજ ગુરુવારે બંને મંત્રાલયોનો કાર્યભઆર સંભાળનારા મંત્રી વૈષ્ણવનું આ નિવેદન એવા સમયે સામે  આવ્યું છે કે, જ્યારે નવા આઇટી નિયમોનું પાલન ન કરતા ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ સર્જાય રહ્યો છે.

અત્યાર સુધી આઇટી પ્રધાન રહી ચુકેલા રવિશંકર પ્રસાદ આ મામલે ઘણી વખત કડક નિવેદનો આપી ચૂક્યા  છે અને કોર્ટે પણ ટ્વિટરને ઠપકો આપ્યો છે. જોકે, ટ્વિટર હજી કહે છે કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં બે મહિનાનો સમય લાગી શકે તેમ છે.આ પહેલા પણ કોર્ટ ટ્વિટરને ઠરકો આપ્યો હતોય.

જો કે, વિવાદ વકર્યા બાદ પણ  ટ્વિટરના વલણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ગુરુવારે દિલ્હી હાઇકોર્ટમાં સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં આઠ અઠવાડિયા એટલે કે  લગભગ બે મહિનાનો સમય લાગશે.

ઉલ્લેખનીય છએ કે, ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા સમયમર્યાદા આપવામાં આવી હતી, જે આજે સમાપ્ત થાય છે. આ પહેલા મંગળવારે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે જો ટ્વિટર દ્વારા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો સરકાર તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

ત્યારે હવે આ આઈટી મંત્રાલયનો  કાર્યભાર નવ નિયુક્ત વૈષ્ણવ સંભાળી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું તેઓ ટ્વિટર પ્રત્યે કેવું વલણ દાખવે છે, જો કે હાલ તો તેમણે કહી જ દીધુ છે કે જે કોઈ ભારતમાં રહેતું હશે તેણે નવા નિમોનું પાલન તો કરવું જ પડશે.