ઓમિક્રોનના ભય વચ્ચે દ.આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસને લઈને BCCIના અધ્યક્ષએ આવુ કહ્યું
દિલ્હીઃ હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા વેરિએન્ટની સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું.
ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા પ્રકારના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. દરમિયાન સૌરભ ગાંગુલીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ અનુસાર પ્રવાસ થશે. અમારી પાસે નિર્ણય લેવા અંગેનો સમય છે. પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી રમાશે. અમે આ અંગે વિકાર કરીશું.
ભારતી ટીમ તા. 3 ડિસેમ્બરથી મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે, ત્યાર બાદ ટીમ 8 કે 9 ડિસેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઈટમાં જોહાનિસબર્ગ જવા રવાના થવાની છે. ગાંગુલીએ કહ્યું કે, ખેલાડીઓના આરોગ્ય અને સુરક્ષાની બીસીસીઆઈની પહેલી પ્રાથમિકા રહેલી છે. અમે જોઈશું કે, આગામી દિવસોમાં શું થાય છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ આઉટ ઓફ ફોર્મનો સામનો કરતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સમર્થન કર્યું છે. તે સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કર્યા પછી ટીમમાં તેનું સ્થાન પાછું મેળવશે. તેણે કહ્યું, ‘તે એક સારો ક્રિકેટર છે. તે ફિટ નથી, તેથી જ તે ટીમમાં નથી. તે યુવાન છે, મને આશા છે કે તે ઈજામાંથી સાજો થઈને ટીમમાં પરત ફરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. જ્યારે આગામી દિવસોમાં મુંબઈમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.