- ઓમિક્રોનની દહેશત વચ્ચે નવા વાયરસની એન્ટ્રી
- ઈઝરાયલમાં ફ્લોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
- ફ્લોરોનાએ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાનું બેવડું ચેપ
દિલ્હી:હાલ વિશ્વભરના દેશો કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડી રહ્યા છે, જે કોરોનાવાયરસના સૌથી ચેપી પ્રકારમાનો છે.દુનિયામાં વસ્તુઓ પહેલેથી જ ખરાબ થઈ રહી છે.ઉપરથી હવે દુનિયામાં એક નવી મુસીબતે દસ્તક આપી છે.ખરેખર, ઈઝરાયેલમાં ફ્લોરોનાનો પહેલો કેસ નોંધાયો છે.આ મામલો કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝા વાયરસના ડબલ ઈન્ફેક્શનને કારણે સામે આવ્યો છે.
ઇઝરાયેલના સ્થાનિક અખબારે આ અંગેની માહિતી આપી છે. તેણે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે,એક મહિલામાં ડબલ ઇન્ફેક્શનનો કેસ જોવા મળ્યો હતો.બાળકને જન્મ આપવા માટે મહિલાને આ અઠવાડિયે રાબિન મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.આનાથી ઇઝરાયેલના આરોગ્ય અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
હાલમાં, આરોગ્ય મંત્રાલય આ મામલાની નજીકથી તપાસ કરી રહ્યું છે.તો, હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું છે કે,જે મહિલાને ફ્લોરોના થયો છે.તેને રસી આપવામાં આવી નથી.પરંતુ તબીબોએ જણાવ્યું કે, તેની હાલત સ્થિર છે. પરંતુ આ એક પાઠ છે કે લોકોએ રસી લગાવવી લેવી જોઈએ.
ફ્લોરોના એ કોવિડ-19 વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચેપને કારણે થતા બેવડા ચેપને આપવામાં આવેલો શબ્દ છે. બંને વાયરસ માનવ શરીર માટે જોખમી છે. કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝાના ડબલ ચેપનું જોખમ સ્વાભાવિક રીતે ડરનું કારણ બની રહ્યું છે. કોવિડ-19 ના લક્ષણો વિશે લગભગ દરેક જણ જાણે છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ન્યુમોનિયા, મ્યોકાર્ડિટિસ અને ક્યારેક મૃત્યુનું કારણ બને છે.ફ્લોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવી જરૂરી છે.