દિલ્હી- દેશભરમાં વરસાદે માજા મૂકી છે,કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાય છે તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે જો કેરળની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્રારા કેરળમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સહીત અહી ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કરેળમાં વરસાદને લઈને વહિવટ તંત્ર પણ એલર્ટ મોડમાં છે જેને લઈને તમામ શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવાી છે જેથી કરીને શાળાએ આવતા બાળકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
હવામન વિભાગે વરસાદની આગાહી કરતા કેરળના કન્નુર, કોઝિકોડ અને વાયનાડ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રવિવારે, હવામાન વિભાગે કન્નુર, કોઝિકોડ, વાયનાડ અને કાસરગોડ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું, જ્યારે અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, પલક્કડ, થ્રિસુર અને મલપ્પુરમના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.જેને લઈને શાળાઓ બંધ રાખવામાં આવી છે.