નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશના કેટલાક રાજ્યોમાં હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નહીં હોવાનું કોર્ટે પોતાના ચુકાદામાં નોંધાયું હતું. જો કે, હિજાબ વિવાદ લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ હતી અને તેની સુનાવણી ચાલી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિજાબમાં આવેલી વ્યક્તિ સીઆરપીએસના બંકર સામે પેટ્રોલ બોમ્બ નાખીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવતા હિજાબનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં હવે હિજાબની આડમાં દેશવિરોધી તત્વો આતંકી પ્રવૃતિઓને અંજામ આપી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય બની છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે એટલું જ નહીં મોટી માત્રામાં આતંકવાદીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓમાં મહિલાઓની સક્રિયતા વધી હોવાનું સામે આવ્યું છે. કર્ણાટક સહિત દેશમાં હાલ હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કેટલાક મુસ્લિમ નેતાઓ અને પોતાને સરક્યુલર કહેનારા લોકો હિજાબના મુદ્દાને વેગ આપી રહ્યાં છે.
દરમિયાન હાલ સોસિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હિજાબની આડમાં પોતાની ઓળખ છુપાવીને દેશદ્રોહી તત્વ પેટ્રોલ બોમ્બ ફેંકીને ફરાર થઈ જતો જોવા મળે છે. આ વીડિયો જમ્મુ-કાશ્મીરના સોપોરનો હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં હિજાબમાં રહેલી વ્યક્તિ સીઆરપીએફના બંકર પાસે પેટ્રોલ બોમ્બ ફેંકીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેમ થઈ ગઈ હતી. હિજાબમાં રહેલી વ્યક્તિ બેગમાંથી પેટ્રોલ બોમ્બ કાઢીને ફેંકતી કેદ થઈ છે. જે બાદ કેટલાક વ્યક્તિઓ આગ ઓલવતા પણ કેદ થયાં છે. સુરક્ષા એજન્સીઓએ સીઆરપીએફના બંકર ઉપર બોમ્બ ફેંકનારની મહિલાની ઓળખ કરીને તેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આમ હવે આતંકવાદી સંગઠનો પણ હિજાબની આડમાં દેશવિરોધી પ્રવૃતિઓ આચરતા હોવાની અટકળો વહેતી થઈ છે.