ઈન્ડિયા-ભારત નામના વિવાદ વચ્ચે X (ટ્વિટર) પર ટ્રેન્ડ થયું ભારત – ભારત શબ્દનો સૌથી વઘુ થયો ઉપયોગ
દિલ્હીઃ- જી 20માં રાષ્ટ્રપતિને પ્રેસિડેન્ટ ઓફ ભારત કરીકે ઉલ્લેખ કર્યા બાદ અનેક પત્રોમાં ઈવન્ડિયાના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો આ ભારત શબ્દના ઉપયોગે વુપક્ષમાં હડકંપ મચાવ્યો અને વનિતેલા દિવસથી જ આ મુદ્દો ચર્ચાનો વિશ્ય બન્યો છે ત્યારે હવે અગાઉ ટ્વિટર અને હવે એક્સ પર ભારત શબ્દ ટ્રેન્ડિંગમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શબ્દ ‘ભારત’ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. આજે વિશ્વભરમાં ‘ભારત’ કીવર્ડનો સૌથી વધુ ઉપયોગ થતો હતો, જે એક રેકોર્ડ બની ગયો છે. X પર, વિશ્વભરના યુઝર્સે તેમની પોસ્ટમાં 4 લાખ 74 હજાર વખત ‘ભારત’ કીવર્ડનો ઉપયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 9 10 સપ્ટેમ્બરના રોજ રાજધાની દિલ્હી કાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે આ સમિટ દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવાની છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન તરફથી વિદેશી મહેમાનોને ડિનરમાં સામેલ થવા માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો હતો. અહીં આમંત્રણ પત્ર પર ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ‘ભારત’ રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું હતું. આમંત્રણ પત્ર પર ‘ભારત’ લખવામાં આવ્યુ હોવાથી ઘણો વિવાદ થયો હતો.
આ વિવાદ બાદ ભારત શબ્દ સૌથી વઘુ વખત વિતેલા દિવસે ટ્વિટર પર સર્ચ કરવામાં આવ્યો હતો ઉલ્લેખથનીય છે કે ઈન્ડિયાના બદલે ભારત લખતા વિપક્ષ દ્રારા સતત નિશાન સાઘવામાં આવી રહ્યા છે ત્યારે હાલ પર ભારત અને ઈન્ડિયાના નામની જંગ શરુ છે.