Site icon Revoi.in

 ભારત-કેનેડા તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે કરી મુલાકાત- આ મુદ્દાઓ પર કરી ચર્ચા

Social Share

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે આ મામલે અમેરિકા સહીતના દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે કત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે કરી મુલાકાત કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેનેડા સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. મીટિંગનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બ્લિંકને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપો જયશંકર સમક્ષ રજૂ કર્યા હતા.

ગુરુવારે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બંને નેતાઓએ ભારતના G20 પ્રમુખપદના મુખ્ય પરિણામો સહિત ઘણા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી હતી. ખાસ કરીને, ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર અને ઉચ્ચ-માનક માળખાકીય રોકાણો પેદા કરવાની તેની સંભવિતતા અંગે ચર્ચા કરવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે કેનેડામાં ખાલિસ્તાનને લઈને જે રાજદ્વારી વિવાદ ઉભો થયો છે તેના પર બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી.
 આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ અને તેને મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરી. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની 78મી મહાસભા સત્રને સંબોધિત કર્યા બાદ તેઓ વોશિંગ્ટન પહોંચ્યા છે. જયશંકરે આ પ્રસંગે કહ્યું કે, બેઠકમાં અમે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી જબરદસ્ત પ્રગતિ અંગે ચર્ચા કરી.