Site icon Revoi.in

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં પ્રતિબંધો પાછા ફર્યા,માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો થશે દંડ

Social Share

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.બુધવારે યોજાયેલી બેઠકમાં ઘણા નિર્ણય લેવાયા છે.તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે.આ બેઠકમાં સ્કૂલો બંધ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.DDMAના જણાવ્યા પ્રમાણે, કોવિડના નવા વેરિયન્ટ B. 1.10, B.1.12 વેરિયન્ટના પ્રાથમિક સંકેત મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડીડીએમએની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો

દિલ્હીમાં મંગળવારે કોરોનાના 632 નવા કેસ નોંધાયા હતા. જોકે પોઝિટિવ રેટમાં ઘટાડો નોંધાયો.પોઝિટિવ રેટ 7.72%થી ઘટીને 4.42% થયો છે. સારી વાત એ છે કે, છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી.નવા કેસ આવ્યા પછી દિલ્હીમાં એક્ટિવ કેસ 1900થી વધારે થઈ ગયા છે.