- ભારતીય સેનામાંથી હટાવાશે 4 દાયકા જૂના લડાકૂ વાહનો
- તેના બદલે નવા વાહનો મૂકાશે
દિલ્હીઃ- ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદત વચ્ચે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ સહિત વિવિધ સરહદો પર તૈનાત કરેલા 40 વર્ષ જુના લડાકુ વાહનોને બદલવાનો ખાસ નિર્ણય લીધો છે. આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી ચૂકી છે, જો કે આ વાહનો બદલતા સુધી 2 થી 3 વર્ષ જેટલો સમય તો લાગી જ શકે છે,આ એવા બુલેટ પ્રૂફ વાહનો છે જેમાં શસ્ત્રો પણ લગાવી શકાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં સૈનિકોની હિલચાલ, આગમન, અને વળતા પ્રહાર માટે ખૂબ જ સુરક્ષિત ગણવામાં આવે છે.
આ મામલે સેનાના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આ તમામ નવા વાહનો બનાવવા ભારતમાં જ નિર્માણ કરાશે,આ મામલે બુધવારે સૈન્ય વતી નિર્માતાઓ પાસેથી દરખાસ્ત માંગવામાં આવી છે. જો કે, સ્થાનિક ઉત્પાદકોને છૂટ આપવામાં આવી છે કે તેઓ તેના ઉત્પાદન માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી શકે છે.
અનેક પ્રકારની લડાઈ માટે સૈનિકોની સલામતિ અને હિલચાલ માટે દરેક બટાલિયનને આ પ્રકારના ખાસ વાહનો લ આપવામ આવે છે. સેનામાં હાલ આવા 1 હજાર 700 જેટલા વાહનો છે, પરંતુ તેમાંથી મોટાભાગના 1980 ના દાયકાના બીએમપી વાહનો છે જે રશિયાથી આયાત કરવામાં આવ્યા હતા. બાદમાં કેટલાક વાહનોને ઓર્ડિનેન્સ ફેક્ટરીઓ દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા. ત્યારથી આ વાહનો કાર્યરત છે. હવે તેની જગ્યાએ ફ્યુચરિસ્ટિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ દ્વારા ખરીદવામાં આવશે.
જૂના વાહનોને હવે વિન્ટેજ વ્હિકલમાંમ ગણવામાં આવશે,ઘણા લાંબા સમયથી આ વાહનોને બદલવાની માંગણી કરવામાં આવી રહી હતી,પરંતુ 50 થી 60 હજાર કરોડના ખર્ચે થનારી નવા વાહનોની ખરીડી વાંરવાર ટાળવામાં આવી રહી હતી, ત્યારે હવે કેન્દ્રએ તેને ખરીદવાનો નિર્ણય લીધો છે, અને દેશની જ નિર્માણ કંપનીઓ પાસે પ્રસ્તાવ પણ મંગાવ્યા છે.